નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન તમામ સ્કૂલો અને કોલેજોમાં ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાનો ભય ન રહે અને ભણતર અટકે નહીં. પરંતુ આ સમગ્ર વ્યવસ્થા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કેટલી લાભદાયી છે તે અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. તેમની જરૂરિયાતો અંગે યુનિવર્સિટી દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આથી તેમનું શિક્ષણ કાર્ય અટકી રહ્યું છે. આથી અરજીમાં દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી છે.
દિલ્હી હાઇકોર્ટે DU પાસે કોમન સર્વિસ સેન્ટરનો વિકલ્પ લેનારા વિદ્યાર્થીઓની માહિતી માગી - દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી યુનિવર્સિટીને પૂછ્યું છે કે મોક પરીક્ષા આપવા માટે કેટલા વિદ્યાર્થીઓએ કોમન સર્વિસ સેન્ટરનો વિકલ્પ પસંદ કર્યો છે અને તેમાંથી દિવ્યાંગ કેટલા છે. જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં દિલ્હી યુનિવર્સિટીને આ માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે ગત મોક ટેસ્ટ દરમિયાન ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ હતી જે અંગેનું નિવેદન યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવ્યું નથી. આ માટે યુનિવર્સિટીએ હાઈકોર્ટ પાસે એક દિવસનો સમય માંગ્યો હતો.
આ ઉપરાંત કોર્ટે પૂછ્યું હતું કે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે કોમન સર્વિસ સેન્ટરનો વિકલ્પ પસંદ કર્યો છે, કેટલા ચાલુ હાલતમાં છે અને કેટલા કાર્યરત નથી તે અંગેની માહિતી કોર્ટને આપવામાં આવે. આ સાથે જ કેટલા દિવ્યાંગો કોમન સર્વિસ સેન્ટર પરથી પરીક્ષા આપવા માંગે છે તેની પણ માહિતી રજૂ કરવા અંગે કોર્ટે આદેશ આપ્યો હતો.