કોહિમામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાગાલેન્ડ સરકારમાં તમામ જિલ્લા કલેક્ટર અને તંત્રના અધિકારીઓને આગામી આદેશ મળે ત્યાં સુધી જે-તે જગ્યાએ તૈનાતી પર રહેવાનો આદેશ આપ્યો છે. નાગાલેન્ડમાં તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
નાગાલેન્ડ અને મણિપુરમાં નગા શાંતિ વાર્તાને લઈ હાઈ એલર્ટ
કોહિમા/ ઈંફાલ: લાંબા સમયથી ચાલી રહેલા નગા રાજકીય સમસ્યાને ખતમ કરવા માટે 31 ઓક્ટોબરના રોજ આયોજીત શાંતિ વાર્તા માટે આગામી વાર્તાને લઈ નાગાલેન્ડ અને મણિપુરમાં સરકારોએ પોત-પોતાની પોલીસ ફોર્સને હાઈ એલર્ટ પર રાખી દીધા છે.
nagaland and manipur latest news
રાજ્ય સરકારના એક મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નગાઓની ઓછી સંખ્યાવાળા પાડોશી રાજ્ય મણિપુરમાં પણ સુરક્ષાને ધ્યાને રાખી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જેને લઇને રાજભવન સહિત મહત્વની જગ્યાઓ પર સુરક્ષાના જવાનો ગોઠવી દીધા છે.
અગાઉ સાત દાયકા પૂર્વેની નગા ઉગ્રવાદની સમસ્યાનું સ્થાયી સમાધાન શોધવા માટે 24 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠકનું પરિણામ શૂન્ય રહ્યું હતું.