ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલગાવવાદી નેતાનું સોમવારે કાશ્મીર બંધનું એલાન, ઈન્ટરનેટ સેવા બંધ

શ્રીનગર: અલગાવવાદીઓએ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના પોસ્ટર બોય બુરહાન વાનીની ત્રીજી વર્ષગાંઠ પર યાદ કરવા માટે ખાસ સોમવારના રોજ કાશ્મીર બંધની જાહેરાત કરી છે. જેને લઈ દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી છે.સૈયદ અલી ગિલાની, મીરવાઈઝ ઉમર ફારુક, મુહમ્મદ યાસીન મલિકની આગેવાનીમાં અલગાવવાદી નેતાઓ લોકોને અપિલ કરી છે કે, બુરહાન વાની શહાદત દિવસને યાદ રાખવા સોમવારે કાશ્મીર બંધનું પાલન કરે.

ians

By

Published : Jul 7, 2019, 8:19 PM IST

અલગાવવાદી નેતાઓની જાહેરાત બાદ અધિકારીઓએ રવિવારે અનંતનાગ, પુલવામા, કુલગામ, શોપિયાંમાં ઈન્ટરનેટની સેવા બંધ કરી દીધી છે. તથા આ તમામ વિસ્તારોમાં ભારે માત્રામાં પોલીસ તથા સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં આમ તો પહેલાથી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છએ કેમ કે, આ માર્ગ પરથી અમરનાથ યાત્રીઓ પસાર થઈ રહ્યા છે.

8 જૂલાઈ 2016માં અનંતનાગમાં કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બુરહાની વાની માર્યો ગયો હતો.

વાનીના મોત બાદ કાશ્મીરમાં અશાંતિ ફેલાવામાં આવી હતી જે ચાર મહિના સુધી તોફાન રહ્યું હતું. આ ઘટનામાં લોકોએ સાર્વજનિક સંપતિને પણ નુકસાન પહોંચાડ્યુ હતું, પોલીસના જવાનોને પણ માર્યા હતાં તથા વાહનોને આગ લગાવી દીધી હતી.

અહીં તે સમયે ભીડ તથા સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 98 પ્રદર્શનકારીઓના મોત થઈ ગયા હતા. ચાર હજારથી પણ વધુ લોકો પેલેટ ગનના હુમલાને કારણે ઘાયલ તથા અમુક આંધળા થઈ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details