ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બકરી ઈદ: આતંકી હુમલો થવાના અણસાર મળતા એલર્ટ જાહેર - આઈએસઆઈ

નવી દિલ્હી: જાસૂસ વિભાગે એલર્ટ જાહેર કરી કહ્યું છે કે, ઈસ્લામિક સ્ટેટ અને આઈએસઆઈ સમર્થિત આતંકવાદી સોમવારે ભારતમાં બકરી ઈદના તહેવારને લઈ ષડયંત્ર રચી રહ્યું છે. રાજ્ય પોલીસ અને પોલીસ મુખ્યાલયોમાં એક ખાનગી રિપોર્ટમાં શુક્રવારે જાસૂસ વિભાગે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થવાના અણસાર આપ્યા છે.

ians

By

Published : Aug 12, 2019, 11:00 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો ઈસ્લામિક સ્ટેટ અને પાકિસ્તાન સમર્થિત આતંકીઓ ભીડવાળી જગ્યા, જાહેર રસ્તાઓ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, હવાઈમથકો ઉપરાંત મહત્વના સ્થળોને નિશાન બનાવી શકે છે.

આઈબીના જણાવ્યા અનુસાર આઈએસ હજુ સુધી તો ભારતમાં આતંક ફેલાવામાં સફળ થયુ નથી, પણ જમ્મુ કાશ્મીરમાં સરકારે લીધેલા નિર્ણય પર ગુસ્સામાં છે.

ABOUT THE AUTHOR

...view details