નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ પર પોતાની વીડિયો સીરીઝનો ચોથો એપિસોડ શેર કર્યો છે. આ ક્લિપમાં રાહુલ ફરી એકવખત વડાપ્રધાન પર નિશાન સાધી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યું હતું કે ભારતીય જમીન પર ચીનીઓએ કબજો કર્યો છે. આ મામલે સત્યને છૂપાવનારા દેશ વિરોધી છે અને તેને લોકોના ધ્યાન પર લાવવું દેશભક્તિ છે.રાહુલે પોતાની નવી વીડિયો ક્લિપમાં કહ્યું, 'ભારતીય તરીકેની મારી પહેલી પ્રાથમિકતા દેશ અને તેના લોકો છે.'
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, 'હવે તે ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીનીઓ આપણા વિસ્તારમાં પ્રવેશી ચૂક્યાં છે. આ વાત મને પરેશાન કરે છે. મને લાગે છે કે અન્ય દેશ આપણા વિસ્તારમાં કેવી રીતે પ્રવેશ કરી શકે. હવે તેમે એક રાજકારણી તરીકે તમે ઇચ્છો છો કે હું ચૂપ રહીશ અને મારા લોકો સાથે જૂઠું બોલીશ.જ્યારે હું ચોક્કસપણે જાણું છું. મેં સેટેલાઇટ ફોટા જોયા છે.
મેં ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ સાથે વાત કરી છે. જો તમને ખોટું કહેવા માંગતા હો કે ચીનીઓ આ દેશમાં પ્રવેશ્યો નથી, જો તમે ઇચ્છોકે હું ખોટું બોલીશ તે હું એવું નહીં કરું.
રાહુલે વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે જે લોકો આપણા દેશમાં ચીની ઘૂસણખોરી અંગે ખોટું બોલે છે, તેઓ રાષ્ટ્રવાદી નથી.'