ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હેમંત સોરેન બનશે ઝારખંડના નવા મુખ્ય પ્રધાન, જાણો સોરેનના રાજકીય સફર વિશે... - JMM

ઝારખંડઃ આદિજાતિના નેતા ગણાતા શિબુ સોરેનના પુત્ર હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 81 બેઠકોમાંથી, મહાગઠબંધન સાથએ 47 બેઠકો પર જીત સાથે સ્પષ્ટ બહુમતી મેળી છે. જ્યારે ભાજપને 25 બેઠકો મળી છે. હેમંત સોરેનના રાજકીય જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. જાણો તેમના રાજકીય કારકિર્દી વિશે...

hemant soren will be next cm of jharkhand
hemant soren will be next cm of jharkhand

By

Published : Dec 24, 2019, 7:50 AM IST

હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. હેમંત સોરેન શિબુ સોરેનનો પુત્ર છે. ગુરૂજીએ 1980 ની લોકસભાની ચૂંટણી જીતી હતી. દિશોમ ગુરૂ શિબુ સોરેન 2009માં ઝારખંડના મુખ્ય પ્રધાન બન્યા હતા, પરંતુ ભાજપ તરફથી સમર્થન નહીં મળવાના કારણે તેઓ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના પછી તેમને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

હેમંત સોરેનની શિક્ષા

હેમંત સોરેનનો જન્મ 10 ઑગષ્ટ 1975ના રોજ રામગઢમાં થયો હતો. તેમને પ્રાથમિક શિક્ષણ બોકારો ખાતેથી લીધી હતી. જે બાદ 1994માં 12 પાસ કરીને એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે તેમણે ભણતર અધ વચ્ચે છોડવું પડ્યું હતું.

હેમંત સોરેનની રાજકીય સફર

હેમંત સોરેને 2003થી વિદ્યાર્થી મોરચાથી રાજનીતિની શરૂઆત કરી હતી, ત્યારથી તેઓ સતત સંઘર્ષ કરતા હતા. તેઓ તેમના પિતા શિબુ સોરેન પાસેથી રાજકારણના દાવપેચ શીખ્યા હતા. હેમંત સોરેન પ્રથમ વખત 2009માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા, પરંતુ ઝારખંડમાં 2009માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી, જેમાં તેમણે દુમકા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, ત્યારબાદ તેમણે રાજ્ય સભામાંથી રાજીનામું આપ્યું હતું.

2013માં પહેલીવાર બન્યા ઝારખંડનાં મુખ્યપ્રધાન

2010માં JMMના ટેકાથી ઝારખંડમાં ભાજપ સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં હેમંત સોરેનને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક આંતરીક વિવાદોને કારણે JMMએ 2013માં ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. જે કારણે અર્જુન મુંડાની સરકારને રાજીનામુ આપવુ પડ્યું હતું. 13 જુલાઈ, 2013ના રોજ, હેમંત સોરેને ઝારખંડના 9મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેને દુમકા અને બારેત એમ બે જગ્યાએ લડ્યા હતા, જેમાં ભાજપના લુઇસ મરાંડીએ તેમને પરાજય આપ્યો હતો. દુમકામાંથી પણ સત્તા ગુમાવી પડી હતી. હાલમાં હેમંત સોરેન બારેઠના ધારાસભ્ય છે. તેઓ ઝારખંડ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

47 સીટો પર મહાગઠબંધનની જીત

2019ની વિધાનસભાની ચૂંટણીમાં JMM-RJD અને કોંગ્રેસે હેમંત સોરેનની આગેવાની હેઠળ મળીને લડ્યા હતા. જેમાં મહાગઠબંધનને 47 બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે પણ હેમંત સોરેને બહરેટ અને દુમકા બંને બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તે બંને સ્થળેથી જીતી ગયા છે.

હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન છે, જે એક ખાનગી શાળાના સંચાલક છે. નિખિલ અને અંશ તેમના બે પુત્ર છે.

ABOUT THE AUTHOR

...view details