ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે થયેલી મુલાકાતની જાણકારી સ્વયં કેજરીવાલે ટ્વિટ કરીને આપી છે. આ પહેલા હેમંત સોરેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી. જ્યારબાદ હેમંત સોરેન દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. જેમાં હેમંતે તેમને શાલ ભેટમાં આપી હતી.
CM બન્યા બાદ હેમંત સોરેને કરી કેજરીવાલ સાથે મુલાકાત - દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી: ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા બાદ દિલ્હીના પ્રવાસે આવેલા મુખ્યપ્રધાન હેમંત સોરેને અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. હેમંત સોરેને અરવિંદ કેજરીવાલને ઝારખંડવાસીઓ તરફથી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
![CM બન્યા બાદ હેમંત સોરેને કરી કેજરીવાલ સાથે મુલાકાત CM બન્યા બાદ હેમંત સોરેને કરી કેજરીવાલ સાથે મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5588933-thumbnail-3x2-kejriwal.jpg)
CM બન્યા બાદ હેમંત સોરેને કરી કેજરીવાલ સાથે મુલાકાત
નોંધનીય છે કે, હેમંત સોરેને અરવિંદ કેજરીવાલને પણ શપથ ગ્રહણ સમારોહમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ કેજરીવાલ આવી શક્યા નહોંતા. તેઓએ પોતાની પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ સંજય સિંહને રાંચી મોકલ્યા હતા.