ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ: હેમંત સોરેન 27 ડિસેમ્બરે મોરહાબાદી મેદાનમાં લેશે શપથ

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન નેતા હેમંત સોરેને 81 બેઠકમાંથી 47 બેઠક પર વિજય મેળવ્યો છે. સોરેન તેમના કેબિનેટ સાથીદારો સાથે 27 ડિસેમ્બરે રાંચીના મોરહાબાદી મેદાનમાં શપથ લેશે.

ETV BHARAT
ઝારખંડ: હેમંત સોરેન 27 ડિસેમ્બરે મોરહાબાદી મેદાનમાં લેશે શપથ

By

Published : Dec 24, 2019, 9:43 AM IST

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિજયી વિપક્ષી ગઠબંધનના નેતા હેમંત સોરેન તેમના કેબિનેટ સાથીઓ સાથે 27 ડિસેમ્બરે રાંચીના મોરહાબાદી મેદાનમાં શપથ લેશે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 81 બેઠકમાંથી 47 બેઠક જીત્યા બાદ ગઠબંધન નેતા હેમંત સોરેનના નિવાસ સ્થાને રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં સોરેને આ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, ગઠબંધન રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને આ અંગે માહિતી આપશે અને જો તેમની સંમતિ મળે તો મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

ઝારખંડ કોંગ્રેસના પ્રભારી આર.પી.એન.સિંઘ અને હેમંત સોરેનને જ્યારે સરકાર બનાવવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, તેઓ આવતીકાલે દિલ્હી જશે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આ અંગે ચર્ચા કરશે.

ઉલ્લેખનીય કે, JMMએ પાર્ટીના અધ્યક્ષ શિબુ સોરેનના નિવાસ સ્થાને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

પાર્ટી પ્રવક્તા અને મહામંત્રી સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું કે, આવતીકાલે પાર્ટીના વિધાયક દળની બેઠક બાદ અન્ય સહયોગી સાથે ચર્ચા-વિચારણા કરી ગઠબંધનના વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે, જેમાં ઔપચારિક રીતે હેમંતચ સોરેનની નેતા તરીકે પસંદગી કર્યા બાદ રાજ્યમાં સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details