વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 10-15 વર્ષ પહેલા દેશની હાલત ઘણી દયનીય હતી, પણ આજે દેશ સુરક્ષિત હાથોમાં છે. ભાજપના સમર્થનમાં મત માગતા તેમણે જણાવ્યું હતું કે, અન્ય કોઈ પણ પાર્ટીમાં જોડાવાનું વિચારતા પણ નહીં, જીંદગી નર્ક બની જશે.
બીજી કોઈ પાર્ટીમાં જોડાવાનું વિચારતા પણ નહીં, જીંદગી નર્ક થઈ જશે: હેમા માલિની - જાહેરસભાને સંબોધન
ચંડીગઢ: મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિની આજે હરિયાણામાં ચૂંટણીને લઈ પ્રચારમાં જોડાયા હતા. શુક્રવારના રોજ હરિયાણાના નૂંહમાં આયોજીત એક જાહેરસભાને સંબોધન કરતા હેમા માલિનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને નવી ઉંચાઈ સુધી લઈ ગયા છે.

આપને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 2019ને લઈ ભાજપ હરિયાણામાં તમામ પ્રકારનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આજે ભાજપના સ્ટાર પ્રચારક અને મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિની નૂંહમાં ભાજપના ઉમેદવાર નૌક્ષમ ચૌધરી માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. અહીં હેમા માલિનીએ લગભગ 10 કિલોમીટર લાંબો એક રોડ શૉ કરવાનો હતો, પણ વધુ ભીડ થતાં આ રોડ શૉ 2 કીમી સુધીમાં પતાવી દેવામાં આવ્યો હતો.
હેમા માલિનીની જોવા માટે અહીં દૂર દૂર લોકો આવ્યા હતા. જો કે, વ્યવસ્થાના અભાવે દૂર દૂરથી આવેલા લોકો હેમા માલિનીને નજીકથી જોઈ શક્યા નહોતા.