કેદારનાથમાં લેન્ડિગ દરિમિયાન હેલિકોપ્ટર ક્રેશ, જાનહાની ટળી - રુદ્રપ્રયાગ
રુદ્રપ્રયાગ: કેદારનાથ ધામમાં સોમવારના રોજ લેડિંગ વખતે એક હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું છે. જેમાં ઘટના સમયે હેલિકોપ્ટરમાં 6 યાત્રિકો સવાર હતા. જે બધાનો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે. તેમજ કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.

Etv Bharat
પ્રાપ્ત વિગતો મુજબ, કેદારનાથ ધામમાં સોમવારના રોજ હેલિપેડ પર લેડિંગ વખતે એક હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટર યુટી એર કંપનીનું હતું. પ્રાથમિક તબક્કે દુર્ધટનાનું કારણ લેન્ડિગ સમયે સંતુલન બગડવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરને ઘણું નુકસાન થયું છે.