કોચિન: હૈદીને ટ્રાન્સજેન્ડર મેક અપ આર્ટીસ્ટ રેન્જુ રેનજીએ દત્તક લીધી છે અને અથર્વ મોહન મૂળ અલાપ્પુઝા જિલ્લાના હરિપ્પડનો વતની છે. બન્નેના લગ્ન સમારોહનું આયોજન એર્નાકુલમ કારાયોગમ અને શ્રી સત્યસ્યાયી અનાથાશ્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રથમ ટ્રાન્સવુમન પત્રકાર હૈદી સાદિયાએ અથર્વ મોહન સાથે લગ્ન કર્યાં - Broadcast Journalism
પ્રથમ ટ્રાન્સજેન્ડર પત્રકાર હૈદી સાદિયાએ રવિવારે કોચિનના TDM હોલ ખાતે તેના મિત્ર અથર્વ મોહન સાથે લગ્ન કર્યા હતા. હૈદી અને અથર્વ મોહન તિરુવનંતપુરમની એક ખાનગી કંપનીમાં સાથે કામ કરતા હતા.
ટ્રાન્સવુમન પત્રકાર
અથર્વ મોહન ટ્રાન્સજેન્ડર દંપતી સૂર્યા અને ઈશાનનો દત્તક પુત્ર છે. હૈદી થ્રીસુરના ગુરુવાયુરની વતની છે. હૈદીએ તિરુવનંતપુરમના પ્રેસ ક્લબમાંથી બ્રોડકાસ્ટ જર્નાલિઝમમાં પોસ્ટ ગ્રેજ્યએશન ડિપ્લોમાનો કોર્સ પૂર્ણ કર્યો છે અને હવે તે એક ખાનગી ચેનલમાં કામ કરે છે.