મુંબઈઃ શુક્રવારે મોડી રાત્રે હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં મુંબઈ, રાયગઢ અને રત્નાગિરિમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કેટલીક જગ્યાઓ પર મુશળધાર વરસાદ પડવાની આગાહી કરી છે.
મુંબઈમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ
હવામાન વિભાગે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે પાલઘર, મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લા સહિત કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ પડી શકે છે.
rain
હવામાન વિભાગે જણાવ્યું કે, 4 જુલાઈએ પાલઘર, મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં કેટલાક જગ્યાએ મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે, તેમજ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઈ પોલીસે વરસાદની આગાહીને લઈ ટ્વીટ કરી લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે, આ અગાઉ અમ્ફાન તુફાનને કારણે મુંબઈમાં ભારે વરસાદ સાથે ઘણું નુકસાન થયું હતું.