ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, બસ ડૂબી - આસામ-બિહારમાં પૂર

રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાના સમાચાર મળ્યા છે. એક ડીટીસી બસ વરસાદના પાણીમાં ડૂબી ગઈ છે.

heavy-rains-lash-delhi-ncr
દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, બસ ડૂબી

By

Published : Jul 19, 2020, 9:54 AM IST

નવી દિલ્હી: કોરોનાના કાળ વચ્ચે ભારે વરસાદથી દિલ્હીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ આસામ અને બિહારથી પૂરના સમાચાર સામે આવી રહ્યાં છે, હવે દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે.

એક તસવીરમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, મિંટો રોડ પર એક બસ ડૂબી છે. મિન્ટો રોડ અંડરપાસ તળાવમાં પરિવર્તિત થયો છે. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, બસ ડૂબી

દિલ્હીના મિન્ટો રોડ અંડરપાસમાં ડીટીસી બસ ડૂબ્યા બાદ મિન્ટો રોડ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. રાહતની ટીમે સમયસર બસમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાંઢ્યાં છે. મહત્વનું છે કે, મિન્ટો રોડની સાથે જંતર-મંતર, કીર્તિ નગર સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કારણે પસાર થતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details