'મહાલક્ષ્મી એક્સપ્રેસ' ઠાણે જિલ્લાના બદલાપુર પાસે ફસાઈ ગઈ હતી. મૂશળધાર વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠીક 14 વર્ષ પછી મુંબઈમાં પડેલ ભારે વરસાદથી વાહનવ્યવહાર મોટા પ્રમાણમાં ખોરવાય ગયો છે.
મુંબઈમાં મુશળધાર વરસાદ, જુઓ આ માહોલની તસવીરો - mumbai
મુંબઈઃ ભારેખમ વરસાદને કારણે ફરી વખત મુંબઈનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં રેલવે અને વિમાન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. રેલ્વેના પાટાઓ પર પાણી ભરાવવાથી મહાલક્ષ્મી એક્સપ્રેસમાં 600થી વધારે મુસાફરો ફસાઈ ગયા હતા. જેને ભારે જહેમત બાદ રેસ્કયું કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
mumbai rain
આ જ દિવસે 14 વર્ષ પહેલા પણ મુંબઈ ભારે વરસાદની લપેટમાં આવી ગયું હતું જેને કારણે શહેરમાં તબાહી મચી ગઈ હતી. સાથે જ ઘણા લોકો મૃત્યુ પામ્યાં હતા અને જનજીવન ખોરવાયું હતું.
Last Updated : Jul 27, 2019, 8:52 PM IST