મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો, જે મંગળવારે સવારે 8.30 વાગ્યે અટકી ગયો હતો. તદ્ઉપરાંત થાણે અને નવી મુંબઈમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો હતો. સાન્તા ક્રુઝ હવામાન વિભાગે 2-3 સપ્ટેમ્બરની વચ્ચે 131.4 મીમી વરસાદ નોંધાવ્યો હતો.
મુંબઈમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
મુંબઈઃ શહેરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રાહદારીઓને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગણપતિ ઉત્સવના કારણે મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેથી આ સ્થિતિમાં વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે.
heavy rainfall in mumbai
ત્યારે કોલાબા હવામાન વિભાગે 80 મીમી વરસાદ નોંધાવ્યો હતો. હવામાન વિભાગે 6 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં ભારે વરસાદની આગાહી સાથે 6 સપ્ટેમ્બરના રોજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે અને BEST બસના રુટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
Last Updated : Sep 4, 2019, 11:57 AM IST