ઉત્તર પ્રદેશમાં અતી ભારે વરસાદ, 15 લોકોના મોત
લખનઉ: ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ ચાલુ છે, જેનાથી કેટલાક જિલ્લાઓમાં પુર જેવી હાલત થઇ છે. અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે 15 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે વરસાદમાં 133 બિલ્ડિંગ પુરના કારણે ધરાશાયી થઇ છે.
ઉતરપ્રદેશમાં અતી ભારે વરસાદ, 15 લોકોના મોત
વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતી સર્જાઇ છે. અત્યાર સુધીમાં પુરથી 15 લોકોના મોત નિપજ્યા છે. આ વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં વિનાશ સર્જાયો છે. જેમાં ગોરખપુર, દેવરિયા, બલિયા, મહરાજગંજ, કુશીનગર, જેવા વિસ્તારોમાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે. કેટલાક કાચા મકાનો અને દીવાલો પડી ગયા છે.