મહારાષ્ટ્ર: સાંગલીમાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બોટ ડૂબી, 10ના મોત - મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રઃ સાંગલી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. NDRF ટીમ પણ બચાવ કામગીરી માટે સાંગલીમાં તૈનાત છે. રેસક્યુ ઓપરેશન દરમિયાન બોટ ડૂબી જતાં બોટમાં સવાર સ્થાનિકોમાંથી 10 લોકોના મોત થયાં છે. જ્યારે 5 લોકો લાપતા છે.
heavy rainfall in sangali
હજુ મુંબઈમાં વરસાદી સમસ્યાનો અંત નથી આવ્યો, ફરી સાંગલીમાં વરસાદને કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે. સાંગલીમાં NDRFની ટીમ દ્વારા પુર પ્રભાવિત લોકોને નાવમાં બેસાડી સુરક્ષિત જગ્યા પર લઈ જઈ રહ્યાં હતા તે દરમિયાન બોટ ડૂબી હતી. બોટમાં અંદાજીત 28 લોકો સવાર હતાં. જેમાંથી 10 લોકોના મોત થયાં છે. મૃતક લોકોના મૃતદેહ મળી ગયા છે. જ્યારે 6 લોકો લાપતા છે. 15 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. હાલ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
Last Updated : Aug 8, 2019, 5:19 PM IST