ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઇમાં ભારે વરસાદ, વાહન વ્યવહાર ખોરવાયો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તાર જળબંબાકાર થયા હતા.તો આ સાથે રેલ સેવા પર પણ અસર પડી હતી. ભારે વરસાદના કારણે બસ અને ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે.

મુંબઇમાં ભારે વરસાદ
મુંબઇમાં ભારે વરસાદ

By

Published : Sep 23, 2020, 10:36 AM IST

મુંબઇ : મુંબઇમાં મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે અનેક લોકો રેલવે સ્ટેશન પર પણ ફસાયા છે.

મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ઠપ જોવા મળી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મુજબ, બુધવારે મુંબઇમાં મૂશળધાર વરસાદ થયો હતો. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે કલાકો સુધી લોકોની ગાડીઓ પાણીમાં ફસાયેલી રહી હતી.તો મુંબઇમાં કેટલી ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી છે.બસ અને રેલ સેવાઓને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવી પડી, આ કારણે અનેક લોકો સ્ટેશન પર કલાકો સુધી ફસાયેલા રહ્યા.

હવામાન વિભાગે કહ્યું છે કે બુધવારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

ABOUT THE AUTHOR

...view details