તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે કોઈમ્બતુર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં 16 લોકોના મૃત્યું થયા છે. તો મૃત્યઆંકમાં વઘારો થવાની શક્યતા પણ રહેલી છે.
રાજ્યમાં 24 કલાકથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મદ્રાસ અને અન્ના વિશ્વવિધાલયની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે.