મુંબઈ: સોમવારે સાંજથી મુંબઇ સહિત સમગ્ર કોંકણમાં ભારે વરસાદમાં સાત લોકોના મોત થયાની માહિતી મળી છે. મધરાતથી સવાર સુધીમાં 200 મીમી વરસાદ સાથે મુંબઇની ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર અને ગુરુવારે ભારે વરસાદ રહેવાની સંભાવના છે.
મુંબઈ-કોંકણમાં ભારે વરસાદ, 7 લોકોના મોત - મુંબઈમાં ભારે વરસાદ
વરસાદને કારણે મુંબઇની ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવાર અને ગુરુવારે વરસાદ ભારે વરસાદ રહેવાની સંભાવના છે.
સોમવારની રાતથી બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભારે વરસાદને જોતા, મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈમાં જાહેર રજા જાહેર કરી હતી અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી હતી. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ખડક ધસી પડવાના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક અટવાયો હતો.
હંમેશાની જેમ ભારે વરસાદને કારણે, મુંબઈમાં કિંગ્સ સર્કલ, સાયન, હિંદમાતા, દાદર, પોસ્ટલ કોલોની, અંધેરી અને મલાડ સબવે, જોગેશ્વરી અને દહિસર વગેરે વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. ઉપનગરીય બસ અને સ્થાનિક ટ્રેનોની સેવાઓ ખૂબ પ્રભાવિત થઈ છે. મુંબઇની બહાર જતી ઘણી લાંબા અંતરની ટ્રેનોનું ટાઇમ ટેબલ પણ બદલવું પડ્યું છે.