આસામમાં ભારે વરસાદના અને પૂરના કારણે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ડિઝાસ્ટર વિભાગ અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં બારપેટા, ધેમાજી, લખીમપુર, ગોલાઘાટ, માજુલી, નલબાડી, નાગાંવ, મોરીગાંવ, ચિરાંગ, કોકરાઝાર, જોરહટ, ડીબ્રૂગઢ, બોંગાયગાંવ, બિશ્વનાથ, બક્સા, દરંગ અને સોનિતપુરનો સમાવેશ થાય છે.
આસામમાં જળપ્રલય : 21 જિલ્લાના 4 લાખથી વધુ લોકો પ્રભાવિત - gujarat
નવી દિલ્લી : મુંબઈ બાદ મેઘરાજાએ આસામ પર વર્ષારૂપી કહેર વરસાવ્યો છે. મુશળધાર વરસાદને કારણે આસામમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. 21 જિલ્લાઓ આ પૂરથી અસરગ્રસ્ત છે. જ્યાં અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
આસામમાં જળપ્રલય : 21 જિલ્લાના 4 લાખ લોકો પ્રભાવિત
થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશ અને ભૂટાનમાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે તાજેતરમાં મુંબઈ પણ ભારે વર્ષાને કારણે પાણી-પાણી થયું હતુ.