ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈમાં 2 દિવસમાં ભારે વરસાદની આગાહી , શાળા-કોલેજ બંધ - હવામાન વિભાગની આગાહી

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ થાણે અને પાલઘરમાં ધીમેધારે વરસાદ વરસ્યો હતો. જેને લઈ અનેક વિસ્તાર પાણીમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી રેડ અલર્ટ જાહેર કર્યુ છે. મુંબઈ અને રાયગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. સરકારે મહારાષ્ટ્રના 4 જિલ્લા મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરની સ્કુલ-કૉલેજોને રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

etv bharat

By

Published : Sep 19, 2019, 11:56 AM IST

શિક્ષણ પ્રધાન આશીષ શેલારે ટ્વિટ કર્યુ કે, ભારે વરસાદથી મુંબઈ,થાણે અને કોંકણની સ્કુલો અને કૉલેજો બંધ રહેશે. રાજ્યના બાકી જિલ્લાના કલેક્ટરે ભારે વરસાદને લઈ નિર્ણય લીધો છે.

હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કે.એસ હોસિલ્કરે જણાવ્યું કે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વર્સોવમાં 3 કલાકમાં 50 મિલીમીટર વરસાદનું પાણી ભરાયું છે. મુંબઈ,પાલઘર અને થાણેમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details