નવી દિલ્હીઃ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારથી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદ શરૂ થશે. જે 31 જુલાઈ સુધી રહેશે. આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની તેમજ વીજળી પડવાની પણ શક્યતાઓ છે.
રાજધાની દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું - Meteorological Department
બુધવારે અને ગુરુવારે રાજધાની દિલ્હીના વાતાવરણમાં ભારે પલ્ટો આવવાની આશંકા છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હીમાં ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ થયું જાહેર
આ સાથે જ ઉત્તરાખંડથી લઇને જમ્મુ કાશ્મીર સુધી તમામ પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે વાદળ ફાટવાની સંભાવના છે તેમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યું હતું જે સામાન્યથી 3 ડિગ્રી વધારે હતું તેમજ ન્યૂનતમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ મપાયુ હતું.