મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી આકાશી આફત સામે સૌ કોઈ લાચાર રહી ગયા છે. પૂણે જિલ્લામાં વરસેલા વરસાદે એવો તો કહેર વર્તાવ્યો કે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ તક ન મળી. લોકો જ્યાં હતા ત્યાં જ અટવાઈ ગયા હતાં. જ્યાં એક દિવાલ ધરાશાયી થઇ હતી જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતાં. આ સિવાય પણ અલગ અલગ વિસ્તારોમાં 11 જેટલા લાકોના મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત અનેક જગ્યાએ ઝાડ અને પુલ તૂટી ગયા જેના કારણે લોકોને પરેશાનીનો સામાનો કરવો પડી રહ્યો છે.
પૂણેમાં મૂશળધાર વરસાદને પગલે 17ના મોત, 4 લાપતા
પૂણે: મહારાષ્ટ્રના પૂણેમાં બીજા દિવસે પણ ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે 17 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે 4 લોકો લાપતા છે.
પૂણેમાં મૂશળધાર વરસાદને પગલે 17ના મોત, 4 લાપતા
આ ઘટના બાદ NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામ શરૂ કર્યું હતું. આ ઘટનામાં 6 લોકોના મોત થતા તે લોકોના મૃતદેહ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કબ્જે કર્યા હતાં. તો 4 લોકો હજુ પણ લાપતા છે અને આશંકા જતાવામાં આવી રહી છે કે હજુ પણ ઘણા લોકો પાણીમાં તણાઇ ગયા છે. ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.