દિલ્હી: શાહીન બાગમાં પ્રદર્શનના કારણે બુધવારે પોલીસે સાવચેતીના ભાગ રૂપે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. 100 દિવસ સુધી શાહીન બાગમાં એક પ્રદર્શન ચાલ્યું હતું. જેના કારણે દિલ્હીને નોઈડાથી જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બંધ રહ્યો હતો.
લોકડાઉન પછી દિલ્હી ફરી એકવાર ખોલ્યું છે, આ જોતા બુધવારે પોલીસે શાહીન બાગની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં દિલ્હી પોલીસ કર્મચારીઓ તેમજ સૈનિકો પણ જોવા મળ્યા હતા.
બુધવારે શાહીન બાગની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પસંદગીના પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. હકીકતમાં પોલીસે આ પગલું સાવચેતીના પગલા તરીકે લીધું હતું જેથી કોઈ પણ પ્રકારનું પ્રદર્શન ફરી શરૂ ન થાય.