ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યૂપીના કુશીનગરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, એક જ પરિવારના 4 સભ્યોના મોત - uppolice

ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડા બનાવનારી ફેકટરીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત થવાની જાણકારી મળી છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.

ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ
ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ

By

Published : Nov 4, 2020, 11:25 AM IST

ઉત્તરપ્રદેશઃ કુશીનગર જિલ્લાના કપ્તાનગંજમાં એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. જેમાં આજે અચાનક વિસ્ફોટ થતાં આ વિસ્ફોટનો અવાજ 4 કિમી સુધી સંભળાયો હતો. ક્પ્તાનગંજ વિસ્તારથી થોડે દુર આવેલા મકાનોમાં પણ બ્લાસ્ટ થવાથી નુકસાન પહોંચ્યું છે.

યૂપીના કુશીનગરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ

ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. આ સમગ્ર ઘટનામાં 4 લોકોના મોત થયા છે. બધા મૃતકો એક જ પરિવારના હતા.તેમજ કેટલાક લોકો ઘાયલ થયા છે. પ્રશાસને આસપાસના બધા જ સ્ટેશનની પોલીસ અને એમ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details