જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા અને ત્યાં પ્રતિબંધ મુકવા સામે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી હતી. જેના પર હાલ સુનાવણી ચાલી રહી છે. આજે કાશ્મીર કેસ સંદર્ભે દાખલ કરાયેલી 8 એરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
કાશ્મીર માટે આજે મહત્વનો દિવસ, કલમ-370 સહિત 8 અરજી પર 'સુપ્રીમ' સુનાવણી - સીતારામ યેચુરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે કાશ્મીર અંગેની અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરશે. આ સમય દરમિયાન, કોંગ્રેસી નેતાઓ ગુલામનબી આઝાદ, સીતારામ યેચુરી અને વાઇકો સહિત 8 PIL પર ફેસલો આવવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટ કાશ્મીરના ખીણ પ્રદેશમાં લગાવેલા પ્રતિબંધ પર પણ ચુકાદો જાહેર કરી શકે છે.
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન અને ત્યાં લગાવવામાં આવેલા પ્રતિબંધો સામે અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે.
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે અને ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરની ત્રણ સભ્યોની વિશેષ બેંચ સમક્ષ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 અને 35Aને નાબૂદ કરવાના આદેશને સોમવારે સુપ્રીમ કોર્ટમાં અને ત્યારબાદ ત્યાં લગાવવામાં આવેલા પ્રતિબંધોને પડકારતી અરજીઓની સુનાવણી હાથ ધરશે. તહસીન પૂનાવાલા, પત્રકાર અનુરાધા ભસીન, શહલા રશિદ, સીતારામ યેચુરી, વાઇકો અને ગુલામ નબી આઝાદ સહિતની અનેક અરજીઓ પર પણ સુનાવણી થશે.