સુપ્રિમ કોર્ટે મકપા નેતા સીતારામ યેચુરીને જમ્મુ કાશ્મીર જવાની પરવાનગી આપી દીધી છે. કલમ 370 રદ કરવાના નિર્ણય સામેની અરજી એડવોકેટ એમ.એલ. શર્મા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે નેશનલ કોન્ફરન્સના સાંસદ મોહમ્મદ અકબર લોન અને જસ્ટિસ (નિવૃત્ત) હસ્નાઇન મસુદીએ જમ્મુ-કાશ્મીરની બંધારણીય સ્થિતિમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ફેરફારને પડકાર આપ્યો છે. આ સિવાય તેમાં પુર્વ IAS અધિકારી શાહ ફૈઝલ, JNUના પૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદ અને રાધા કુમાર જેવી અગ્રણીઓ પણ સામેલ છે.
370 કલમ મુદ્દે SCની કેન્દ્રને નોટિસ, ઓક્ટોબરમાં વધુ સુનાવણી - કલમ 370
નવી દિલ્હીઃ આજે સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. જેને લઇને હાલમાં 370 કલમ મુદ્દે SCએ કેંન્દ્રને નોટિસ પાઠવી છે. જેને લઇને સુપ્રિમ કોર્ટ ઓક્ટોબરમાં સુનાવણી હાથ ધરશે. કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસમાં જવાબ આપવા માટે જણાવ્યું છે.
સુપ્રિમ કોર્ટ
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કલમ 370 દૂર કરવાના મુદ્દે અને તે સંબંધિત તમામ બાબતે સુનાવણી કરવામાં આવશે.
Last Updated : Aug 28, 2019, 2:18 PM IST