ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા વિવાદ: SCએ મધ્યસ્થ પેનલ પાસે રિપોર્ટ માંગ્યો, રિપોર્ટ બાદ દરરોજ સુનાવણી - gujarati news

ન્યૂઝ ડેસ્ક: આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થ પેનલ પાસેથી 25 જૂલાઈ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ જોયા બાદ અયોધ્યા મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Ayodhya case

By

Published : Jul 11, 2019, 9:08 AM IST

Updated : Jul 11, 2019, 11:26 AM IST

આયોધ્યા જમીન વિવાદ કેસમાં મધ્યસ્થ પ્રક્રિયા અટકાવવા માટેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ અરજીમાં મધ્યસ્થ પ્રક્રિયા રોકી આ કેસની ફરીથી સુનાવણી કરવાની માંગણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બેંચ આ અરજી પર સુનાવણી કરશે.

મધ્યસ્થ સમીતીને 15 ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય ચંદ્રનાયડુ અને જસ્ટિસ અબ્દુલ નજીરે માર્ચમાં મધ્યસ્થ સમિતિના તમામ પક્ષ સાથે વાતચીત કરી હતી, આ બાબતે સર્વમાન્ય ઉકેલ કાઢવા માટે 8 અઠવાડિયાનો સમય પણ આપ્યો હતો.

આપને જણાવી દઈએ કે, સમિતિમાં સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જસ્ટિસ ફાકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલા કરી રહયા છે. બાકીના અન્ય સભ્યોમાં ધર્મગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ સલાહકાર શ્રીરામ પંચુ છે.

આ અરજીમાં કોર્ટમાં પેનલને ભંગ કરવા માટે કેસની સુનાવણી કરવાની માંગ છે. અરજીમાં જણાવ્યુ છે કે, અયોધ્યા કેસમાં રચાયેલી મધ્યસ્થ સમીતીથી કોઈ પરિણામ મળ્યું નથી.

Last Updated : Jul 11, 2019, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details