ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ધનંજય વાઈ ચંન્દ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ રીપોર્ટને જોઈને સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જ્જ એફ.એમ. કલીફુલ્લાની અધ્યક્ષતામાં રીપોર્ટ તૈયાર થયો જેમાંં આધ્યત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકિલ શ્રીરામ પંચૂ સામેલ હતા.
મામલાની જાણકારી રાખનાર સૂત્રોએ કહ્યું..
- સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને 6 મેએ રીપોર્ટ આપી દીધો હતો.
- આ મામલાની સુનાવણી માટે આજે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
- સુપ્રીમ કોર્ટે મામલાને સર્વમાન્ય સમાધાનની સંભાવના માટે 6 માર્ચે મધ્યસ્થતા માટે સંદર્ભિત કર્યું હતું.
- આ વિવાદના સમાઘાનની સંભાવનાઓ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જ્જ એફ.એમ. કલીફુલ્લાની અધ્યક્ષતામાં આ સુનાવણી થશે.
- ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિ બનાવ્યા બાદ પ્રથમ વાર આ મામલે સુનાવણી આજે થશે.
- આ સમિતિના અન્ય સભ્યોમાં આધ્યત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકિલ શ્રીરામ પંચૂ સામેલ છે.