ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મૌલાના સાદ વિરુદ્ધ તપાસ કરવા NIAની માગ પર સુનાવણી સ્થગિત

દિલ્હી હાઇકોર્ટે દિલ્હીના નિઝામુદ્દીન મરકજ કેસમાં મૌલાના સાદ સામે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસે એનઆઇએને ટ્રાન્સફર કરવા માટે દિશા- નિર્દેશો જાહેર કરવાની માગ કરતી અરજી પર સુનાવણી ટળી છે. આ મામલે આગામી સુનાવણી 18 જૂને થશે.

Etv Bharat, GUjarati News, Delhi News. Delhi High Court, Maulana Saad
Hearing deferred on demand of NIA to conduct investigation against Maulana Saad

By

Published : May 28, 2020, 12:38 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે દિલ્હીના નિઝામુદ્દીન મરકજ કેસમાં મૌલાના સાદ સામે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસે એનઆઇએને ટ્રાન્સફર કરવા માટે દિશા- નિર્દેશો જાહેર કરવાની માગ કરતી અરજી પર સુનાવણી ટળી છે. આ મામલે આગામી સુનાવણી 18 જૂને થશે.

કોર્ટે નિર્ણયની જાણકારી માગી હતી

ગત્ત 13 મે જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાથી તપાસ ટ્રાન્સફર કરવા સાથે જોડાયેલા નિર્ણયોની જાણકારી માગી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આ અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, આ મામલે તપાસ સાચી દિશામાં ચાલી રહી છે.

કેન્દ્રના દિશા-નિર્દેશોના ઉલ્લંઘનનો આરોપ

આ અરજી મુંબઇના એક વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે દાખલ કરી છે. આ અરજીમાં કહ્યું છે કે, તબલીઘી જમાતના કાર્યક્રમમાં હજારો લોકોએ જોડાઇને કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું. કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ સંક્રમણ રોકવા માટે આ દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાને ઘણા દિવસો વિત્યા બાદ પણ દિલ્હી પોલીસ મોહમ્મદ સાદની ધરપકડ કરી શકી નથી.

એનઆઇએને તપાસ સોંપવાની માગ

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે, આ કેસની તપાસ દિલ્હી પોલીસથી લઇને એનઆઇએને સોંપવામાં આવે. આ તપાસની દેખરેખ હાઇકોર્ટ કરે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં એ વાત સામે આવી રહી છે કે, મૌલાના સાદે દેશના વિભિન્ન ભાગોમાં કોરોના સંક્રમણ ફેલાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. દિલ્હી પોલીસે 31 માર્ચે સાત લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

ઇડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો દાખલ

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ સાદ વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલયે પણ મની લોન્ડરિંદનો કેસ દાખલ કર્યો છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ સાદે યૂએપીએ હેઠળ કાયદાકીય ગુનો કર્યો છે. તેમ છતાં પોલીસ મોહમ્મદ સાદની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે.

ABOUT THE AUTHOR

...view details