ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા હિંસા કેસની તપાસની માગ પર સુનાવણી ફરી મુલતવી રખાઈ - Hearing deferred on demand

દિલ્હી હાઈકોર્ટે જામિયા હિંસા કેસની તપાસની માંગણી કરતી અરજી પર સુનાવણી ફરી મોકૂફ રાખી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેંચએ વીડિયો કોન્ફરન્સિંગન દ્વારા સુનાવણી કર્યા બાદ તમામ પક્ષોને નિર્દેશ આપ્યો કે, તે મુદ્દાઓને સૂચિબદ્ધ કરવા કે જેના પર કોર્ટ સુનાવણી કરશે. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા અપાયેલા આપત્તીજનક જવાબને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ મામલે આગામી સુનાવણી 13 જુલાઇએ હાથ ધરવામાં આવશે.

જામિયા હિંસા કેસની તપાસની માગ પર સુનાવણી ફરી મુલતવી રખાઈ
જામિયા હિંસા કેસની તપાસની માગ પર સુનાવણી ફરી મુલતવી રખાઈ

By

Published : Jul 6, 2020, 4:30 PM IST

નવી દિલ્હી: આજે સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ અરજકર્તાના જવાબી સોગંદનામાના કેટલાક અંશો પર વાંધો ઉઠાવ્યો હતો. સોગંદનામામાં જણાવાયું છે કે, ગૃહપ્રધાનના આદેશથી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. મહેતાએ જણાવ્યું હતું કે, સોગંદનામાં જણાવાયું છે કે, લોકોનો મતે, પોલીસને બોલાવામાં આવી છે. તેમણે કહ્યું કે, અરજદારના આ સોગંદનામાનો સ્ત્રોત શું છે. અરજદારે પોતે પોલીસને ખાનગી સંપત્તિનો નાશ કરવા માટે જવાબદાર ગણાવ્યા છે.

મહેતાએ કહ્યું હતું કે, આવા આક્ષેપો કોઈ બંધારણીય અદાલતમાં નહીં પણ જાહેર ભાષણમાં સારા લાગે છે. આજકાલ બેજવાબદાર દલીલોને વેગ મળ્યો છે. તેને ગંભીરતાથી લેવી જોઈએ. આવી દલીલો માટે કલમ 226 નો ઉપયોગ કરી શકાતો નથી. ત્યારે કોર્ટે કહ્યું કે, બેજવાબદાર દલીલોની આ સમયે કોઈ સુસંગતતા નથી. મહેતાએ કહ્યું કે, કોર્ટે અરજદારોને પૂછવું જોઈએ કે તેમના આક્ષેપોનો આધાર શું છે. તમે વડાપ્રધાન પર પણ આરોપ લગાવી શકો છો પરંતુ તેના માટે પુરાવા હોવા જોઈએ. ત્યારે કોર્ટે પૂછ્યું કે, તમે આ પ્રકારના આરોપો કેવી રીતે લગાવી રહ્યા છો. મહેતાએ કહ્યું કે, આ કેસની અંતિમ સુનાવણી માટે સૂચિબદ્ધ થવું જોઈએ. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, આ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.

વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે, જે અરજદારનું જવાબી સોગંદનામુ તે રજૂ કરે છે, તેમાં ગૃહપ્રધાન સામે કોઈ આરોપ નથી. અમારી અરજી દાખલ કરી, તેને ઘણો સમય વીતી ગયો છે, તેથી જલ્દીથી તેનો નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, પોલીસે આ પ્રકારનું પગલું શા માટે લીધું તે પણ સરકારે વિગતવાર સમજાવવું જોઈએ. જો સરકાર કહે છે કે, તે ગેરકાયદેસર ભીડ હતી, તો તેના પુરાવા આપવા જોઈએ.

ગત 22 મેના રોજ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. આ અરજી વકીલ નબીલા હસન દ્વારા કરવામાં આવી છે. અરજદાર વતી એડવોકેટ સ્નેહા મુખર્જીએ કહ્યું હતું કે, જામિયા યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓને પોલીસે બોલાવ્યા હતા અને તપાસના નામે કલાકો સુધી બેસાડી રખાયા હતા. કોરોના પરિસ્થિતિ દરમિયાન પણ પોલીસ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જામિયા યુનિવર્સિટીની હાલત પહેલા જેવી હતી તેવી જ અત્યારે છે. તેથી, આ મામલે ટૂંક સમયમાં સુનાવણી થવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details