નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં બહુ પ્રતિક્ષિત સામાન્ય બજેટ 2021-2022 રજૂ કરી રહ્યા છે. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને નાણાં પ્રધાન લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ ભારતની આર્થિક યોજનાઓને સંસદના ટેબલ પર મૂકી રહ્યા છે.
આરોગ્ય ક્ષેત્રનાં બજેટની કેટલીક વિશેષતાઓ
- સ્વાસ્થ્ય વ્યવસ્થા: વડા પ્રધાન સ્વાસ્થ્યનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનો પ્રારંભ
- દરેક જિલ્લામાં પબ્લિક હેલ્થ લેબોરેટરી શરૂ કરાશે
- 112 જિલ્લાઓમાં પોષણ અભિયાન વધુ સુદ્ગઢ બનાવાશે
- બાયો સેફ્ટી કક્ષાની 3 પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે
- 15 હેલ્થ ઈમરજન્સી સેન્ટરોની સ્થાપના થશે
- રસીકરણ માટે 35 હજાર કરોડની ફાળવણી
- સરકાર દ્વારા WHOનું સ્થાનિક મિશન ભારતમાં શરૂ કરવામાં આવશે આરોગ્ય ક્ષેત્રનાં બજેટની કેટલીક વિશેષતાઓ