ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાના કહેર વચ્ચે 7367 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 715 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવામાં આવ્યા છે. આ તકે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેને જણાવ્યું હતુ કે 4.3 ટકા સેમ્પલ પોઝિટિવ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 1 લાખ 86 હજાર લોકોના સેમ્પલ લીધા છે.
દરરોજ 15 હજાર લોકોની થઇ રહી છે તપાસ : ICMR
દેશમાં કોરોનાના કહેરમાં અત્યાર સુધીમાં 8356 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 273 લોકોના મોત નિપજ્યા છે.
વિશ્વ સહિત દેશમાં કોરોનાએ ભરડો લીધો છે. જે થંભવાનું નામ નથી લઇ રહ્યો. આ વચ્ચે સંક્રમિતોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું કે દરરોજ 15000થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સંયુક્ત સચિવના જણાવ્યાં અનુસાર દિવસેને દિવસે જે રીતે કોરાનાના કેસ વધતા જઇ રહ્યા છે તેના પગલે આઇસોલેશન બેડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 601 હોસ્પિટલમાં 1 લાખથી પણ વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે વધુ જણાવતા કહ્યું કે કોરોના સામે લડવા માટે અમારી સંપુર્ણ તૈયારી છે. તેઓએ માહિતી આપતા વધુમાં જણાવ્યું કે 24 કલાકમાં 34 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 716 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો છે.