ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાના 1445 દર્દી તબલીઘી જમાતના સભ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નવા 693 કેસ સામે આવ્યા છે. તેનાથી ભારતમાં કેસની સંખ્યા વધીને 4067 પર પહોંચી છે.

કોરોનાના 1445 દર્દી તબલીઘી જમાતના સભ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોનાના 1445 દર્દી તબલીઘી જમાતના સભ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય

By

Published : Apr 6, 2020, 5:41 PM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. જેમાં મંત્રાલયે વર્તમાનમાં 4067 કેસની પુષ્ટી કરી છે, જ્યારે 292 લોકો સ્વસ્થ થઇ અને ઘરે પરત ફર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, કોરોનાના 1445 દર્દીઓ તબલીઘી જમાત સાથે જોડાયેલા છે.

લવ અગ્રવાલે કહ્યું કે, પુરૂષોમાં 76 ટકા અને મહિલાઓમાં 24 ટકા કેસ સામે આવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે, 24 કલાકમાં 693 નવા કેસ સામે આવ્યા છે અને 13 લોકોના મોત નિપજ્યા છે.

કોરોનાના 1445 દર્દી તબલીઘી જમાતના સભ્ય : સ્વાસ્થ્ય મંત્રાલય

અગ્રવાલે વધુ માહિતી આપતા જણાવ્યું કે 13 દિવસોમાં ભારતીય રેલવે 1340 બોગીઓ દ્વારા ખાંડ, 958 બોગી દ્વારા નમક અને 316 બોગી દ્વારા તેલને પહોંચાડ્યું છે.

આ તકે વધુમાં કહ્યું કે, કોરોનાના પગલે મોતની સંખ્યા 109 પર પહોંચી છે. તેઓએ કહ્યું કે રવિવારે કોરોનાથી 30 લોકોના મોત થયા છે. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના 63 ટકા લોકોના મોત થયા છે. 40થી 60 વર્ષની ઉંમરના 30 ટકા અને 40 વર્ષથી ઓછી ઉંમરના 7 ટકા લોકોના મોત નિપજ્યા છે.

લોકડાઉનના સમયે ભારતમાં 16.94 લાખ મેટ્રીક ટન અનાજ પહોંચાડાયુ છે. 13 રાજ્યોમાં 1.3 લાખ મેટ્રીક ટન ઘઉ અને 8 રાજ્યોમાં 1.32 લાખ ટન ચોખા પહોંચાડાયા છે.

ABOUT THE AUTHOR

...view details