નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઇરસના 4421 કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 354 નવા કેસ આવ્યા છે અને આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
લવ અગ્રવાલે કહ્યું કે ભારતીય રેલવેએ 2500 કોચમાં 40,000 આઇસોલેશન બેડ તૈયાર કર્યા છે. રેલ્વે દરરોજ 375 આઇસોલેશન બેડ તૈયાર કરી રહ્યું છે. 133 સ્થળોએ બેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.