નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામે લડવા માટે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે વધુ કોરોના સંક્રમણ કેસવાળી જગ્યાઓ પર પૂર્ણ પાબંધી લગાવવાની વાત કરી છે. મંત્રાલયે કહ્યું કે, જે વિસ્તારોમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ વધુ આવી રહ્યા છે અને જ્યાં સ્થાનીય સ્તર પર સંક્રમણ ફેલાઇ રહ્યું છે, તે તમામ વિસ્તારમાં લોકોના પ્રવેશ-નિકાસ પર લગભગ પૂર્ણ પાબંધી લગાવવામાં આવશે.
આ સાથે જ સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવશે અને ઘરે-ઘરે જઇને વિશેષ ટીમ બધાની તપાસ કરશે અને બધા પર નજર રાખશે.
મોટી સંખ્યામાં કોવિડ 19ના કેસ આવવા પર સ્વાસ્થય મંત્રાલયની યોજનામાં કહેવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં કોવિડ 19ના કેસ આવવા, એટલે કે, એ નક્કી છે કે, ભૌગોલિક સીમાની અંદર જ સ્થાનીય સ્તર પર કોરોના વાઇરસનું સંક્રમણ વધશે.
ઉદાહરણ તરીકે આ જગ્યાએ કોઇ ગામ, કસ્બા અથવા શહેર કોઇ પણ હોય શકે છે.
મંત્રાલયે કહ્યું કે, મોટી સંખ્યામાં કોવિડ 19ના કેસ આવવા એ તે સ્થિતિને માનવામાં આવશે, જ્યારે કોઇ ક્ષેત્રમાં કોવિડ 19ના 15થી વધુ કેસ સામે આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે શહેરી વિસ્તારોમાં કોરોના વાઇરસ ચેપ વ્યવસ્થાપન અંગે જારી કરેલી માર્ગદર્શિકા મુજબ શહેરી વિસ્તારોમાં કોવિડ -19 સર્વેલન્સ સિસ્ટમ મજબૂત બનાવવી પડશે અને પ્રતિબંધિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરતી વખતે કડક અમલ કરવામાં આવશે, જેથી લોકો તેમના ઘરની અંદર રહે.
આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ' કોવિડ -19 દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોની દેખરેખ અને તપાસની દ્રષ્ટિએ નિરીક્ષણ પદ્ધતિને મજબૂત બનાવવી પડશે. આમાં આરોગ્ય કર્મચારીઓ, એએનએમ (મિડવાઇફ), એએસએમ કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, નિગમોના આરોગ્ય કાર્યકરો, સ્વચ્છતા કાર્યકરો, સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો અને આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓ વગેરેના અન્ય સ્વયંસેવકોની ઓળખ શામેલ છે.