નવી દિલ્હીઃ કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને આજે સ્પષ્ટ કહ્યું છે કે દેશના 400 જિલ્લાઓ કોરોનામુક્ત છે. આ જિલ્લાઓમાં હજી સુધી કોરાનાનું સંક્રમણ પહોંચ્યું નથી. આ સાથે તેમણે કહ્યું કે આ જિલ્લાઓમાં કોરોના ન પહોંચે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.
દેશના 400 જિલ્લાઓ કોરોના મુક્તઃ સ્વાસ્થ્ય પ્રધાન
કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને આજે સ્પષ્ટ કહ્યું છે કે દેશના 400 જિલ્લાઓ કોરોનામુક્ત છે. આ જિલ્લાઓમાં હજી સુધી કોરાનાનું સંક્રમણ પહોંચ્યું નથી.
Etv Bharat
કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું, આ સંકટ દુનિયાના આધુનિક ઈતિહાસમાં સૌથી કાળો એપિસોડમાંનો એક છે, માનવ જાતીએ આમાંથી બહાર આવવું પડશે.
તેમજ તેમણે વધુમાં કહ્યું કે 'બિહારમાં કોરોનાનો એટલો બધો કહેર નથી, પરંતુ મહારાષ્ટ્રમાં ખુબ મોટા પ્રમાણમાં આ વાઈરસ ફેલાયો છે. ખાસ કરીને મુંબઈ અને કર્ણાટકમાં આ રોગચાળો ફેલાયો છે. પરંતુ ત્યાંના સચિવોનો વિશ્વાસ જોઈ મને ખુશી થઈ, જે પ્રમાણે સચિવો કહી રહ્યાં છે કે અમે આ બાબતનું ધ્યાન રાખીશું.'