નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વાયત્ત સંસ્થા બાયોટેકનોલોજી વિભાગ સાથેની વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને જણાવ્યું કે, છેલ્લા 7 દિવસમાં 80 જિલ્લાઓમાંથી કોઈ નવા કોરોના કેસ નોંધાયા નથી. જ્યારે 47 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી.
છેલ્લા 7 દિવસમાં 80 જિલ્લામાંથી કોઈ નવો કોરોના કેસ નથી: ડૉ. હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓટોનોમસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજી વિભાગ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, છેલ્લા 7 દિવસ દરમિયાન 80 જિલ્લાઓમાં કોઈ નવા કોરોના કેસ નોંધાયા નથી.
ડૉ. હર્ષવર્ધન
ડૉ. હર્ષવર્ધનએ કહ્યું કે, આ સિવાય છેલ્લા 21 દિવસમાં 39 જિલ્લાઓમાં કોઈ કોરોના કેસ નોંધાયા નથી. જ્યારે એવા 17 જિલ્લાઓ છે. જ્યાં છેલ્લા 28 દિવસમાં કોઈ કેસ નોંધાયા નથી.