નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલત ગંભીર છે. પ્રણવદા હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ અંગે હોસ્પિટલના ડૉકટર્સનું કહેવું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં હજુ કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી અને તેઓ હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે.
પ્રણવ દાની હાલત ગંભીર, હજુ પણ વેન્ટીલેટર સપોર્ટ પર - latestgujaratinews
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત હજુ પણ ગંભીર છે. પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં હજુ સુધી કોઈ સુધાર જોવા મળ્યો નથી.
![પ્રણવ દાની હાલત ગંભીર, હજુ પણ વેન્ટીલેટર સપોર્ટ પર ARMY HOSPITAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8447866-thumbnail-3x2-iqwe.jpg)
પ્રણવ મુખર્જી
મુખર્જીને દિલ્હીની આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરાયું હતું. તેમનો COVID-19 રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પ્રણવ મુખર્જી ડૉક્ટર્સની સઘન દેખરેખ હેઠળ છે અને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે.