નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધાર નથી આવ્યો. તેમની હાલત સવારથી જ વધુ ખરાબ થઇ છે. તેઓ દિવસને દિવસે નબળા થઇ રહ્યાં છે. આ સાથે જ તેમના શ્વસન સંક્રમણની સારવાર પણ ચાલી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહીં, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર - પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં કોઈ સુધાર નથી. તેઓ હજી પણ કોમામાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેઓ કોરોના સંક્રમિત હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
હાલ પણ તેઓ કોમામાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે. આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુખર્જીને 10 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. આ આગાઉ તેઓ કોરોના સંક્રમિત મળ્યા હતા. તેમના બ્રેનમાં લોહી જામી જતા તેમનું ઓરપેશન કરવામાં આવ્યું હતું, જે બાદથી જ તેઓ કોમામાં છે. તેઓ વર્ષ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં હતાં.