ગુજરાત

gujarat

By

Published : Feb 9, 2020, 12:05 PM IST

ETV Bharat / bharat

સુવર્ણ મંદિરમાં મુસ્લિમ સમુદાયની 'નમાજ', લોકોને આપ્યો પ્રેમનો સંદેશ

પંજાબના અમૃતસરમાં મુસ્લિમ સમુદાયે સુવર્ણ મંદિરની બહાર નમાજ અદા કરી સાંપ્રદાયિક સંપનો સંદેશ આપ્યો હતો. નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે, અમે તમામ ધર્મના લોકોને પ્રેમનો સંદેશ આપીએ છીએ.

પંજાબ
પંજાબ

અમૃતસર: મુસ્લિમ સમુદાયે સાંપ્રદાયિક સૂમેળ માટે સુવર્ણ મંદિરની બહાર નમાજ અદા કરી પ્રાર્થના કરી હતી. નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે, અમે તમામ ધર્મના લોકોને પ્રેમનો સંદેશ આપી રહ્યાં છીએ, દરેક લોકો પરસ્પર પ્રેમ અને સૂમેળ માટે જ બન્યા છે અને દરેક માનવી પોતાના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરવા માટે કરેલી વ્યવસ્થાનો આભાર માનતા કહ્યું કે, આ પવિત્ર સ્થળ પર નમાજ અદા કરીને સારું લાગી રહ્યું છે.

મુસ્લિમ સમુદાયે સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરી, લોકોને પ્રેમનો સંદેશ આપ્યો

આ પ્રસંગે શીખ સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે, મુસ્લિમ ભાઈઓએ સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરી એ ખૂબ જ ખુશની વાત છે. તેમણે કહ્યું કે, ગુરુ રામદાસજીએ બધા ધર્મોને આ પવિત્ર સ્થળે ચાર દરવાજા મારફતે આમંત્રણ આપ્યું છે. આવા ધાર્મિક કાર્યક્રમો દેશમાં ધર્મના આધારે શાંતિ અને બિનસાંપ્રદાયિક સંવાદિતાનો સંદેશ આપે છે. મુસ્લિમ બિનસાંપ્રદાયિક સંવાદિતા પર જણાવ્યું કે, અમે હંમેશાં મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા છે, જ્યાં પણ સરકારો મુસલમાનો સાથે અન્યાય કરે છે, ત્યારે શીખ સમુદાય હંમેશા તેમની સાથે ઉભો રહે છે.

ABOUT THE AUTHOR

...view details