શ્રીનગરઃ લોકડાઉન દરમિયાન મહલાઓ પર ઘરેલુ હિંસાની ઘટનાઓ પર જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે તત્કાલ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ દરિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. કોર્ટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના તમામ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે ઘરેલુ હિંસાની ઘટનાઓ પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે.
કોર્ટે આ કેસમાં એડવોકેટ મોનિકા કોહલીને એમિકસ ક્યુરિ તરીકે નિમણૂક કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જજ રજનીશ ઓસ્વાલએ તેમના ઘરેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસની સુનાવણી કરી હતી.