નવી દિલ્હીઃ હાઈકોર્ટે ભડકાઉ ભાષણ મુદ્દે સુનાવણી કરી હતી. જેમાં હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ફરિયાદ નોંધવાની અરજી પર શુક્રવારે સુનાવણી કરવા જણાવ્યું છે. તેમજ આ સંદર્ભે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારનો જવાબ માગ્યો હતો.
ભડકાઉ ભાષણ: ગાંધી પરિવાર વિરૂદ્ધ FIRની માગ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી - ગાંધી પરિવાર વિરૂદ્ધ FIRની માગ
દિલ્હી હાઈકોર્ટે લોકોને ભડકાઉ ભાષણ કરવા બાબતે સુનાવણી કરી હતી. જે સંદર્ભે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની અરજી પર શુક્રવારે સુનાવણી થશે. ત્યારે હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે જવાબ માગ્યો છે.
gandhis
મુખ્ય ન્યાયાધીશ ડી.એન પટેલ અને ન્યાયમૂર્તિ હિર શંકરની ખંડપીઠે અરજી પર ગૃહમંત્રાલય, દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ આપી હતી.
આ અરજીમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, AIMIMના નેતા વારિસ પઠાણ અને અકબરુદ્દીન ઓવૈસી વિરૂદ્ધ FIRની કરવાની માગ કરાઈ છે.