વિશાખાપટ્ટનમ: કોરોના ચેપ દરમિયાન, કોરોના યોદ્ધાઓ આપણા રક્ષકો છે અને તેમાં ડૉકટરોની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરંતુ આવો કિસ્સો આંધ્રપ્રદેશની સામે આવ્યો છે, જેને જાણીને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે, તેણે N-95 માસ્કની માંગ કરી હતી. આ ઘટના વિશાખાપટ્ટનમની નરસિમ્હાપટ્ટનમ રિજનલ હોસ્પિટલની છે.
ડૉ. સુધાકર આ પ્રાદેશિક હોસ્પિટલમાં પોસ્ટ પર છે. તેમણે આંધ્રપ્રદેશમાં કોરોના દર્દીઓની સારવાર માટે એન -95 માસ્કની માંગ કરી હતી. તેના પર સરકારે ડૉ.સુધાકરને સસ્પેન્ડ કરી દીધા હતા. હાલમાં તે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ છે. તેમનું નિવેદન હાઈકોર્ટના નિર્દેશન મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે નોંધ્યું છે.
ડૉક્ટર સુધાકરે કહ્યું હતું કે, ઓપરેશન બિનઅનુભવી ડૉક્ટરો દ્વારા કરવામાં આવે છે. તેથી વિશેષ માસ્ક આવશ્યક છે. આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થઈ હતી.
વિશાખાપટ્ટનમમાં ધરપકડ
ડૉ સુધાકરે વિશાખાપટ્ટનમની બંદર હોસ્પિટલ સામે 16 મે 2020 ના રોજ અર્ધ નગ્ન વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેને કેજીએચમાં દાખલ કરાયો હતો. કેજીએચના ડૉકટરોએ કહ્યું કે, સુધાકરની માનસિક સ્થિતિ બહુ સારી નથી. પોલીસ તેને અહીંથી સરકારી માનસિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડૉ.સુધાકર ઉપર કલમ 353, 427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વિશાખાપટ્ટનમના પોલીસ કમિશ્નર આર.કે. મીનાએ જણાવ્યું હતું કે, ડૉ. સુધાકરે હંગામો મચાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, ડૉક્ટર પર હુમલો કરનારા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયો છે.
માતાનો આરોપ, દિકરાના જીવને જોખમ