મુંબઇ: કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મુંબઈના પાલી હિલ્સ વિસ્તારમાં કંગનાની ઓફિસમાં BMC દ્વારા બુલડોઝર ચલાવ્યા બાદ આ કેસમાં રાજનીતિ પણ થઈ રહી છે. કંગનાએ BMCની કાર્યવાહી સામે વાંધો ઉઠાવતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આજે તે અરજી પર બપોરે ત્રણ વાગ્યે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે.
BMC વિદ્ધધ કંગનાની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી - ગેરકાયદેસર નિર્માણ
અભિનેત્રી કંગના રનૌતની અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટમાં બપોરે લગભગ 3 વાગ્યે સુનાવણી થશે. કંગનાએ BMC દ્વારા લેવામાં આવેલા પગલા પર આપત્તિ દર્શાવતા અરજી દાખલ કરી છે. BMCએ પહેલા કંગનાની ઓફિસમાં ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ મોકલી હતી. બાદમાં બુધવારે, BMC ના કર્મચારીઓ કથિત ગેરકાયદેસર નિર્માણ તોડવા માટે પહોંચ્યા હતા. BMC ની કાર્યવાહી બાદ કંગનાની અરજી પર બોમ્બે હાઈકોર્ટે કંગનાને તાત્કાલિક રાહત આપી હતી અને કાર્યવાહી પર વચગાળાના સ્ટે મુક્યા હતા. હાઈકોર્ટે BMC પાસે જવાબ માગ્યો છે, જેના આધારે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
બુધવારે BMC ની કાર્યવાહી બાદ કંગનાની અરજી પર બોમ્બે હાઈકોર્ટે કંગનાને તાત્કાલિક રાહત આપી હતી અને કાર્યવાહી પર વચગાળાના સ્ટે મુકાયા હતા. હાઈકોર્ટે BMC પાસેથી જવાબ માગ્યો છે, જેના પર આજે વધુ સુનાવણી થશે.
કંગનાએ મુંબઈને POK કહ્યું હતું. જેના પછી શિવસેના અને કંગનામાં વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાના નિવેદન પર જવાબી કાર્યવાહી કરતા શિવસેનાએ તેની મુંબઈમાં આવેલી ઓફિસને નિશાન બનાવી હતી. BMC દ્વારા કંગનાની એફિસનો ગેરકાયદે નિર્માણને તોડી પડાયું છે. જેને લઈને કંગનાએ BMCની ટીમને બાબરની સેના કહ્યું હતું.