રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદિબે કહ્યું કે, શું અમે ઝીણા તરફ ન ગયા અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? જે 75 વર્ષ પછી અમને અમારી નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. એવું નહીં બની શકે. અમે કોઈને કંઈ સાબિતી નહીં આપીએ.
અદિબે કહ્યું કે, અહીંના યુવાનોએ જે રીતે કોઈ મૌલાના વિના અને કોઈ પાર્ટીના સહયોગ વિના સરકાર પાસે તેમના હકની માગણી કરી છે, તે ખરેખર વખાણવા યોગ્ય છે.