ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજીવન ઈન્કમ ટેક્સથી મેળવો છુટ, પરંતુ કેવી રીતે ? - income tax

બુડાપેસ્ટ: હંગરીની ઘટતી જતી વસ્તીથી સરકાર ચિંતિત છે. જેને લઇને સરકારે આદેશ કર્યો છે કે જે મહિલાને 4 બાળકો હશે. તેને આજીવન ઇન્કમ ટેક્સથી છુટ મળશે. આ ઉપરાંત તેમને આવકવેરો ચુકવવાની જરૂર નથી.

સ્પોર્ટ ફોટો

By

Published : Feb 12, 2019, 4:11 PM IST

હંગરીમાં વડાપ્રધાને જણાવ્યું કે આ ઓફર પછી દેશમા ઘટતી વસ્તી પર બ્રેક લાગી શકે છે. તેઓનું કહેવુ છે કે જે પરિવાર પાસે એકથી વધારે બાળકો હશે. તેને નાણાકીય મદદ કરવામાં આવશે. સરકારે તેઓને સબસીડી પણ જાહેર કરી શકે છે.

મહત્વનું છે કે હંગરીમાં હાલમાં એક મહિલા દીઠ 1.45 બાળકો છે. જેની યૂરોપીય દેશમાં સરેરાશ 1.58 છે. 40થી ઓછી ઉંમરની મહિલા લગ્ન કરે, તો સરકાર તેને 27 હજાર પાઉન્ડની આર્થિક મદદ કરશે. તેના પર નામ માત્રનું વ્યાજ વસુલવામાં આવશે. તેવી મહિલાઓ જો મોટી ગાડીઓ ખરીદવા ઇચ્છતી હોય, તો તેને ઓછામાં ઓછા 7 હજાર પાઉંન્ડની સબસિડી આપવામાં આવશે.

હંગરીના PMને અપેક્ષા છે કે આ નવા આદેશની વસ્તીમાં વધારો આવશે.

ABOUT THE AUTHOR

...view details