લખનઉઃ ક્રૂરતાનો ભોગ બનેલી હાથરસની પીડિતાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે સાંજે યુપી પોલીસને આપવામાં આવ્યો હતો. સફદરજંગ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગે સેક્ટર 20 નોઇડાના ઇન્સ્પેક્ટર આર.કે.સિંઘને સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ આપ્યો છે.
હાથરસ ઘટનાઃ પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને અપાયો, દુષ્કર્મ થયું હોવાની પુષ્ટી નહીં - ઉત્તરપ્રદેશ ન્યૂઝ
ઉત્તરપ્રદેશના હાથરસ ઘટનામાં ભોગ બનેલી પીડિતાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાને ગળાની સાથે શરીરના અનેક જગ્યાએ ફ્રેક્ચર થયું હતું. કરોડરજ્જુને ગળા સાથે જોડતા હાડકામાં ફ્રેક્ચર હોવાની વાત રિપોર્ટમાં છે. ફોરેન્સિક વિભાગે પણ મહિલાના મૃતદેહનો વિસરા રિપોર્ટ પણ સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.
જોકે, સફદરજંગ હોસ્પિટલના ડોકટરો અને પોલીસ અધિકારીઓ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અંગે વધારે કંઈ કહી રહ્યા નથી. નિષ્ણાંતો કહે છે કે દુષ્કર્મના 15 દિવસની અંદર, તે શોધી શકાય છે કે પીડિતા પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો કે નહીં. પોલીસે જણાવ્યું કે આ ઘટના દુષ્કર્મની છે કે નહી તે અંગે હજી રિપોર્ટમાં જણાવાયું નથી.