ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસ દુષ્કર્મઃ પીડિત પરિવાર સાથે વાત, જુઓ..

હાથરસ દુષ્કર્મની ઘટના પર પીડિત પરિવાર સાથે વાત કરવામાં આવી હતી. ત્યારે તેના પિતા દ્વારા તપાસને લઇ ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા. પરિવાર તેની પુત્રીને ન્યાય મળે તેવી માગ કરી રહ્યા છે.

hathras rape
hathras rape

By

Published : Oct 8, 2020, 11:03 AM IST

Updated : Oct 8, 2020, 12:25 PM IST

હાથરસઃ ઉત્તરપ્રદેશ હાથરસમાં પીડિતાનો પરિવાર તેની પુત્રીને ગુમાવ્યા બાદ તેની સલામતીને લઇને ડરી રહ્યા છે. પીડિત પરિવારનુ કહેવુ છે કે અમારી વિરુદ્ધ એક મોટુ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અમારે ન્યાય જોઈએ છે. આરોપી સંદીપ સાથે ફોન પર વાત કરી રહી હોવાની ચર્ચાને લઇ તેના પર ભાઈએ કહ્યું કે અમને તેના વિશે ખબર નથી.

પિતાએ ઉઠાવ્યા સવાલ

પરિવારના મુખ્યા પુત્રીના પિતાએ એવો સવાલ ઉઠાવ્યો છે કે અમે ગરીબ છીએ, આમારી પાસે પાવર નથી, અમે ભણેલા ગણેલા નથી અને સાથે અમે નીચલાા વર્ગના હોવાથી બધા લોકો અમને ખોટી રીતે દોષી ઠેરવી રહ્યા છે.

તેમનું વધુમાં કહ્યું કે આરોપીને બચાવવા માટે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આખું ગામ આરોપીને બચાવવાના કાવતરામાં સામેલ છે.

તેમને પૂછવામાં આવ્યું કે આવું શા માટે થઈ રહ્યું છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, "મને ખબર નથી, આ તેઓની વિચારસરણી છે, અમને આ વિશે ખબર નથી." અમે ઇચ્છીએ છીએ કે પુત્રીને ન્યાય મળે, કોઈની પણ દીકરી અને બહેન સાથે આવી ક્રૂરતા ન થવી જોઇએ.

પીડિતાની ફૈઇબાએ કહ્યું કે છેલ્લા સમયે અમને અમારી પુત્રીનો ચહેરો પણ જોવા દેવામાં નહોતો આવ્યો એવી પરિસ્થિતિમાં અમને ન્યાય કેવી રીતે મળશે. આરોપીઓની તરફેણમાં બેઠકો યોજાઇ રહી છે.

ત્યારે પુત્રીની માતા અને તેના ભાઇએ આરોપી સંદીપ સાથે ફોન પર વાત કરવા પર કહ્યું કે આ બાબતે અમને જાણકારી નથી.

હાલ SITની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે હાઈકોર્ટની લખનૌ બેંચે પણ પીડિત પરિવારને 12 ઓક્ટોબરે લખનૌ બોલાવ્યા છે, જોવાનું રહ્યું કે પરિવારને ન્યાય કેવી રીતે મળશે.

Last Updated : Oct 8, 2020, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details